રાસ-ગરબા

ગરબો ગુજરાતનોઆ વાત હવે માત્ર ભારતમાં જ નહિ પણ સમગ્ર વિશ્વમાં સૌ કોઈ જાણે છે. એ દ્રષ્ટીએ ગરબો ગુજરાત અને ગુજરાતીની આગવી ઓળખ છે. આજે શાળા-મહાશાળા કૉલેજ તથા રાજ્ય કક્ષાની ગરબા હરીફાઈ યોજાય છે ત્યારે ગરબા વિષે જાણકારી મેળવવી અત્યંત જરૂરી છે.

 

ગરબો એટલે શું? એ જાણવું અત્યંત જરૂરી છે. ગરબોશબ્દ મૂળ સંસ્કૃત गर्भदीपःશબ્દ પરથી ઉતરી આવ્યો છે એવું અનુમાન કરવામાં આવે છે. ગર્ભમાં એટલે મધ્યભાગમાં દીપઃએટલે દીવો. આજે પણ મધ્યભાગમાં દીવા વાળા ઘડા ને ગરબો કહેવામાં આવે છે. दीपगर्भः घटःપદ જેના મધ્યભાગમાં દીવો છે એવો ઘડો એટલે ગરબો. કાળ ક્રમે એમાંથી दीपપદ છૂટી ગયું. અને गर्भःમાંથી ગરબો આવ્યો.

 

[ दीपगर्भो घटः > दीपगर्भो > गर्भो > गरभो > ગરબો. આ રીતે ગરબો શબ્દ અસ્તિત્વમાં આવ્યો. ]

 

ધીમે ધીમે ગરબો વિશાળ ફલક પર વિસ્તાર પામ્યો. નવરાત્રિમાં કાણાંવાળા ઘડામાં દીપ પ્રગટાવી એને મધ્યમાં મૂકી, એની આસપાસ સ્ત્રીઓ ઘુમતી એ નૃત્યપ્રકાર પણ ગરબા તરીકે ઓળખાવા લાગ્યો. ધીમે ધીમે રાસ-ગરબી અને કેટલાંક ગીતો પણ ગરબા તરીકે ઓળખાવા લાગ્યાં. આ સંદર્ભમાં થોડીક બાબત સમજી લઈએ.

 

૧. શેરી ના ગરબા શેરી ના ગરબા એટલે પ્રણાલિકાગત પરાપૂર્વથી ચાલી આવતી શૈલીમાં રજુ થતા ગરબા. લોક જીભે ચઢી ગયેલા અને ઠેર ઠેર ગવાતા ગરબા. શેરીમાં ગવાતા ગરબા. આજે શેરી ના ગરબા ભુલાતા જાય છે. બહેનો ભેગી થઈ રસ્તા પર કે શેરીમાં કે ચોકમાં ગરબા ગાય એ જોવાનો પણ એક લહાવો છે.

 

૨. પ્રાચીન ગરબા પ્રાચીન ગરબા કોને કહેવા અને અર્વાચીન ગરબા કોને કહેવા એ કહેવું જરા કઠીન છે. ગરબા સ્પર્ધામાં નિર્ણાયકો પણ આ બાબત નક્કી કરી શકતા નથી. પ્રાચીન ગરબો’, ‘અર્વાચીનગરબા તરીકે રજૂ થાય છે તો ક્યારેક અર્વાચીન ગરબો પ્રાચીન ગરબા તરીકે રજૂ થાય છે. પરિણામે ક્યારેક વિવાદ થાય છે.

 

પ્રાચીન ગરબો મુખ્યત્વે ઈષ્ટદેવ, ઈષ્ટદેવીની ભક્તિ અને ઉપાસનાની ભાવના સાથે સંબંધ ધરાવે છે. એમાં માન્ય ઢાળો હોય, સરલ રચના હોય એમાં કૃત્રિમ ઠઠારો હોતો નથી. વિષય કે પ્રદેશને અનુરૂપ વેશભુષા હોય છે. વર્તુળાકારે ફરતી સ્ત્રીઓ માંની એક-બે ગરબો ગવડાવતી હોય અને બાકીની સ્ત્રીઓ એને ઝીલતી હોય છે. અભિનયનો અતિરેક ન હોય તથા વાદ્યોનો યોગ્ય વિવેકપુર્વક ઉપયોગ હોય એવી કૃતિઓ પ્રાચીન ગણી શકાય.

 

નરસિંહ, મીરાં, ભાલણ, જૈન સંપ્રદાયની કૃતિઓ, આ બધી કૃતિઓનો સમાવેશ થઈ શકે. આ બધી કૃતિઓમાં ભક્તિ આદ્યશક્તિ અંબા-ભવાની-દુર્ગા વગેરેની ઉપાસના મુખ્ય હતી. કૃષ્ણની રાસ-લીલા તથા કૃષ્ણ સાથે સંકળાયેલ સ્થળોનો પણ સમાવેશ થતો હતો. દયારામ સુધીની કૃતિઓનો સમાવેશ પ્રાચીન ગરબામાં કરી શકાય. ઘણા લોકગીતો પણ પ્રાચીન ગરબામાં સ્થાન પામેલા છે.

 

૩. અર્વાચીન ગરબા ગરબાનો અર્વાચીન યુગ નાનાલાલ શરૂ થયેલો માનવામાં આવે છે. આ યુગમાં પણ કૃષ્ણ અને આદ્યશક્તિને ધ્યાનમાં રાખી ગરબાની રચના થઈ છે. ગરબાના અર્વાચીન યુગની સાથે ગરબાનો વિસ્તાર થાય છે નવી કલ્પના સૃષ્ટી રચાય છે. અલંકારો માં ફેરફાર થાય છે. માનવ હ્ર્દય અને જીવનના સુક્ષ્મ ભાવો, સંવેદનો એમાં પ્રગટ થાય છે. આવા ગરબાઓમાં રાધાકૃષ્ણ વૃંદાવન, રાધા છે પણ નિરૂપણ રીતિ બદલાય છે. નૂતનતાનો અભિગમ હોય છે. અનેક નવી ગીત રચનાઓનો પણ ગરબા તરીકે પ્રયોગ કરવામાં આવ્યો છે. અર્વાચીન ગરબામાં સ્વર રચના જટિલ હોય છે. કાવ્ય ભાવના હોય, નવા કલ્પનો, પ્રતીકો, કોમળ ભાવનો સ્પર્શ આ બધું સર્જનાત્મક પ્રક્રિયામાંથી પસાર થઈ સુંદર ગરબો સર્જાય છે. એમાં ઊર્મિકાવ્યોના તત્વો ભારોભાર છે.

 

૪. લોકગીત ગરબો ધાર્મિક હેતુવાળો છે. એમાં માતાની ભક્તિ તથા કૃષ્ણની ભક્તિ છે. ધાર્મિક ગરબો ધીમે ધીમે સામાજિક બનતો ગયો. ધર્મની સાથે સાથે એમાં સામાજિકતા ઉમેરાઈ. એમાં લોકગીત ઉમેરાયું. આપણાં લોકગીતો માં સાંસારિક જીવનના ઉલ્લાસ, વેદના, રોજીંદી ઘટનાઓ, પર્વો અને તહેવારોનું નિરૂપણ જોવા મળે છે. નારી હ્ર્દયની ભાવના એમાં વ્યકત થાય છે. કોઈપણ પ્રકારના બ્રાહ્ય ઠાઠમાઠ વિના લોકબોલીના લહેકામાં લોકગીત રજૂ થાય છે. લોકગીત લોકોના કંઠે ઉછરે છે. એમાં કાવ્યતત્વની ઉણપ વર્તાય છે પણ સરળતા એની સિદ્ધિ છે લોકપ્રિયતા એની સફળતા છે.

 

૫. રાસ રાસ શ્રી કૃષ્ણ સાથે સંકળાયેલો છે એ આપણું અતિપ્રાચીન સ્વરૂપ છે. રાસ ગુજરાતી છે છતાં ગુજરાત પૂરતો મર્યાદિત નથી. કૃષ્ણભક્તિ તથા આદ્યશક્તિની ભક્તિ બંન્ને રાસ સાથે સંકળાયેલા છે. ધર્મ બંન્નેમાં છે. વર્તુળાકારે સામૂહિક નૃત્ય પણ સમાન તત્વ છે. રાસમાં સ્ત્રી પુરૂષો કે એકલી સ્ત્રી અથવા એકલા પુરૂષો દાંડિયા સાથે ગાતાં ગાતાં રમે એને રાસ કહેવાય. રાસ નૃત્યની પરંપરા પાંચ હજાર વર્ષથી પ્રાચીન છે.

 

હરિવંશમાં રાસનો ઉલ્લેખ જોવા મળે છે. ગોળાકારમાં રજુ થતાં હલ્લીસકના પ્રકારો એવા દંડરાસક અને તાલરાસક વિશે એમાં ઉલ્લેખ છે.


કવિ જયદેવના ગીત ગોવીંદમાં પણ આ પ્રમાણે રાસ વિશે કહેવામાં આવ્યું છે. रासे हरिरिहसरस विलासमગોળાકારમાં રમાતા રાસનું વર્ણન બિલ્વ મંગળ સ્વામીએ रसाष्टकપણ કર્યું છે.

 

નરસિંહ મહેતા, મીરાં બાઈ, સ્વામિનારાયણ સંપ્રદાયના બ્રહ્માનંદ તથા ન્હાનાલાલથી માંડીને બોટાદકર, કેશવ હ. શેઠ તથા ત્રિભુવન વ્યાસ જેવા અનેક રાસ કવિઓએ રાસને ચેતનવંતો બનાવ્યો છે.

 

આમ ગરવી ગુજરાતનો ગરબો-ગરબી-રાસ લોકગીત વગેરે આજે તો અનેક રૂપ રંગો સાથે જોવા મળે છે. શેરીનો ગરબો સ્ટેજ સુધી પહોંચ્યો છે. એમાં નવાં નવાં તત્વો ઉમેરાયાં છે. પ્રકાશ આયોજન, રજુઆતની શૈલી,નવી અભિનય કળા સંગીતના વિવિધ વાદ્યો દ્વારા આજે ગરબો રજુ થાય છે. માઇક દ્વારા ગાયક વૃંદો દ્વારા ગવાતા ગીત-રાસ-લોકગીત અને ગરબામાં આજે પણ ગરબો જીવંત છે.

 

- અમૃત બાન્ટાઈવાળા (નાગલપુર, મહેસાણા)

 

આશા રાખું કે મલકુ ના મલક માં રહેલ દરેક દરેક રાસ-ગરબા આપ સૌ વાચકગણ ને પસંદ આવશે.

આપની ટીપ્પણી

ગરબા સંગ્રહ..

Date: 29/09/2011 | By: Aakanksha

બહુ જ સરસ રાસ ગરબા નો સંગ્રહ છે..

Re: ગરબા સંગ્રહ..

Date: 29/09/2011 | By: MNM2

Dear Madam,

Nice to see your suggestion.

Re: ગરબા સંગ્રહ..

Date: 28/03/2014 | By: રાશગરબા

રાશગરબા

About the Garba Collection

Date: 28/09/2011 | By: Prachi Trivedi

Really Nice Collection

Keep it up

Re: About the Garba Collection

Date: 29/09/2011 | By: MNM2

Prachiben,

Thanks for your feedback about ગરબા

Garba

Date: 28/09/2011 | By: Hima Soni

Very good garba, i like prachin garba very much. i can take print out for some garba.

Thanks jignesh.

Re: Garba

Date: 29/09/2011 | By: MNM2

Himaben
Thanks for your valuable suggestion

Items: 1 - 7 of 7

New comment