ગુજરાતી ભાષા પ્રત્યે મારો પ્રેમ અને રુચિ ના કારણે પરિણમેલી આ વેબસાઇટમાં ગુજરાત વિષે, ગુજરાતીઓ વિષે, ભાષા વિષે, વિસરાતા વારસા વિષે વગેરે ઘણી અગત્યની અને જાણવા તથા માણવા લાયક બાબતો છે... એવી અનેક બાબતો નો ઉલ્લેખ મેં મલકુ ના મલક માં કર્યો છે.

 

ગુજરાતી સાહિત્યની વાત કરીએ તો ગુજરાતી સાહિત્ય એ વિશાળ દરિયા સમાન છે. એનો કોઈ છેડો દેખાય તેમ નથી. અનેક પ્રકારના સાહિત્ય પૈકી કેટલુંક એવું સાહિત્ય હોય છે જે હૃદયને સીધું સ્પર્શી જાય છે. એ પ્રકારના લેખો સમાજ અને વ્યક્તિગત જીવન માટે પ્રેરણારૂપ બને છે. ક્યારેક એવું પણ બને કે કોઈ લેખમાંનું એકાદ વાક્ય મનમાં પથ્થરની લકીરની જેમ કોતરાઈ જાય. એ વાક્યમાંના શબ્દો અને પછી એ શબ્દોમાં રહેલા અક્ષરોનો આપણામાં સતત ગૂંજ્યા કરે.

 

મારી આ વેબસાઈટ માં મુકવામાં આવેલા દરેક ચિત્રો મેં ગૂગલ પરથી લીધેલા છે, જો એમાં કોઈકને કંઇક વાંધો લાગે તો મને જાણ કરવા વિનંતી છે.

 

આશા છે કે મલકુ નું મલક આપ સૌના હૃદયને સ્મિત અને સ્નેહથી ભરી દેશે.

 

ફરી એકવાર, મલકુ ના મલક માં આપ સૌનું સ્વાગત છે.

તારુ નામ મને સારુ લાગે, તારા નામ સાથે મારુ નામ મને સારુ લાગે, લોકો કહે છે કે પ્રેમ માં ગાંડો થયો છું, પણ તારા પ્રેમ માં તો ગાંડુ થવુ પણ સારુ લાગે.
Share |